Article Details

  • Home
  • Article Details

પંચાયતીરાજની પૂર્વભૂમિકા

પંચાયતી રાજની પૂર્વભૂમિકા:- 

પંચાયત એટલે "પંચ" અને "આયત". વૈદિક કાળથી ગામને મૂળભૂત એકમ ગણવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતની અસ્તિત્વ પૌરાણિક ગણાય છે. અથર્વવેદ અને ઋગ્વેદમાં પણ એનો ઉલ્લેખ છે. પ્રાચીન ભારતમાં ગામડાંઓ વહીવટીતંત્રમાં નિર્ણાયક મહત્વ મેળવી શક્યા હતા, કારણકે પંચાયત તંત્ર દ્વારા લોકો સંગઠિત થતા હતા, લોકો તેઓના હક્ક અને ફરજ વિશે સભાન હતા અને ન્યાયનાં બંધારણ અને કુશળ વહીવટ દ્વારા પંચાયતો લોકોનો સંપૂર્ણ વિશ્વાસ અને માન ધરાવતી હતી અને તે શક્ય હતું કારણકે કરવેરા નિયમિત આપવાના આગ્રહોને આધિન રહીને રાજ્ય સંબંધ કર્તા સર્વ બાબતોમાં ગ્રામતંત્રને પૂરેપૂરી અને સંપૂર્ણ હકુમત અને અધિકારો સુપરત કર્યા હતા. 

બ્રિટિશ કાળ દરમિયાન પણ સ્થાનિક સ્વરાજ્ય વિશે ઠરાવ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ગામડાંઓને તદ્દન બાકાત રાખવામાં આવ્યા. અને કાયદાકીય સુધારાઓ અને અનેક મડાગાંઠ તેમજ 'હિન્દ છોડો'ની ચળવળના કારણે આઝાદી સમયે ગ્રામ પંચાયતના વિકાસ અને વિસ્તારને ઘણો મોટો ધક્કો પહોંચેલો. 

ગાંધીજીનાં ગ્રામ પંચાયત વિશે મંતવ્યો:-
".... ભારતનું દરેક ગામડું પ્રજાસત્તાક બંને ટાઇમ હોય તો ખરેખર તેનું મારું સાચું ચિત્ર એ છે કે જેમાં છેલ્લો અને પહેલો બંને સમાન હશે અર્થાત બીજા શબ્દોમાં કોઈ છેલ્લો અને પહેલો નહીં હોય લોકશાહીમાં એ જરૂરી છે કે દરેક વ્યક્તિએ સ્ત્રી અથવા પુરુષ તેની જવાબદારી સમજવી જોઈએ હાથે પંચાયતી રાજ નો અર્થ..." 

ભારતીય બંધારણમાં પંચાયતનું સ્થાન:-
બંધારણના ઘડતર સમયે રાજ્યનીતિના સિદ્ધાંત તરીકે 
કલમ નંબર ૪૦ દાખલ કરીને ગ્રામ પંચાયતના ગૌરવનો સ્વીકાર કરવામાં આવ્યો છે. 

બંધારણની કલમ ૪૦:- "ગ્રામ પંચાયત નું સંગઠન કરવા માટે રાજ્ય પગલાં લેશે અને રાજ્યના એકમો તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપશે." 

બંધારણનો ૭૩મો સુધારો, વર્ષ ૧૯૯૨,  સમગ્ર દેશ માટે ફરજિયાત મહત્વની જોગવાઇઓ પંચાયતી રાજ સંસ્થાઓ માટે નીચે મુજબ કરવામાં આવી છે.
તે મુજબ ગુજરાતમાં ૧૯૯૩થી નવો પંચાયત ધારો પણ અમલમાં આવે છે તેઓ બંધારણના ભાગ ૯ કલમ  ૨૪૩ થી ૨૪૩-(ઓ) ઉમેરવામાં આવી.

Author Image
Written by

.

0 Comments


Post Comment