-
સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે અનામતની રકમ રજૂ કરવાની હોય છે.
-
મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ૧લી જાન્યુઆરી ૧૮ વર્ષ પુરા ની ઉંમર હોવી જોઈએ.
-
ઉમેદવારી કરવા માટે ૨૧ વર્ષની પુરાની ઉંમર અને મતદાર યાદીમાં નામ હોવું જોઇએ.
-
સરકારી પંચાયતમાં નોકરી કરતા હોય તો તે ગેરલાયક ગણાય, પરંતુ સરકારી શાળા કોલેજ કે સંસ્થાની અને સહકારી સંસ્થાની નોકરીનો બાધ નથી
-
ઉમેદવારી કરવા માટે કોઇ શૈક્ષણિક લાયકાત જરૂરી નથી. ઓછું ભણેલા કે અશિક્ષિત ઉમેદવાર સરપંચ સભ્ય કે પ્રમુખ થઈ શકે છે.
-
ઉમેદવારી કરવા કોઈ સરકારી કે પંચાયતના કર્મચારી ને મનાઈ છે. તેના પત્ની કે કુટુંબી બહેનને મનાઈ નથી. તેથી તેવા બહેનો ઉમેદવારી કરી શકે છે. દા.ત. તલાટી કે શિક્ષકના પત્ની ને કોઈ બાધ નથી.
-
ચૂંટણી માટે- સભ્ય થવા માટે કોઈ અનુભવ પણ જરૂરી નથી. ચૂંટાયેલા સભ્યો સરપંચ પ્રમુખને ચૂંટાયા પછી તાલીમ વર્ગોમાં જરૂરી તાલીમ અને માહિતી આપવામાં આવે છે.
-
ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષના ધોરણે થતી નથી. તાલુકા જિલ્લા ગ્રામ પંચાયતમાં પક્ષના ઉમેદવાર હોય તો પણ કોઈપણ વ્યક્તિ અપક્ષ તરીકે ઉમેદવારી કરી શકે છે.
-
દરેક ઉમેદવારના મતપત્ર ઉપર ચૂંટણી ચિહ્ન આપેલ છાપેલ હોય છે. તેથી અશિક્ષિત વ્યક્તિ પણ ચિહ્નો જોઇને મત આપી શકે છે.
-
ચૂંટણી કાર્યક્રમ જાહેર જાહેર થાય છે, તેમાં જણાવ્યા પ્રમાણે ઠરાવેલ તારીખ અને સમયે જણાવેલ અધિકારી પાસે ઉમેદવારી પત્ર જરૂરી ડિપોઝિટની રકમ સાથે રજુ કરવું જોઈએ. તે રીતે ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચવાની કાર્યવાહી કરવાની થાય છે. તેની જરૂરી ફોર્મ માહિતી અને માર્ગદર્શન ચૂંટણી અધિકારી પાસેથી મળી શકે છે. એ તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીમાંથી માહિતી મળે છે. દરેક ગ્રામ પંચાયત કચેરીએ પણ જાહેરાત મૂકવામાં આવે છે.
-
એક બેઠક માટે એક જ ઉમેદવાર હોય તો ચૂંટણી બિનહરીફ થાય. અને મતદાન થાય નહીં.
-
એકથી વધારે માન્ય ઉમેદવારો હોય તો ઠરાવેલ તારીખે અને સમયે મતદાન કરવા મતદારોએ જવાનું હોય છે. પરિણામમાં સૌથી વધુ માન્ય મતો મળ્યા હોય તે ચૂંટાયેલા જાહેર થાય છે.
-
કોઇ ઉમેદવાર ન હોય તો બેઠક ખાલી રહેશે. હવે નિમણૂકથી જગ્યા ભરી શકાતી નથી.તેથી છ માસમાં તે માટે ફરીથી ચૂંટણી થશે.
-
મતદાન મોટી સંખ્યામાં થાય તે જરૂરી છે. પાંચ વર્ષે એક વખત ચૂંટણી આવે છે. તેથી દરેક મતદાર મતદાન કરવું જોઈએ. મતદાન ગુપ્ત હોય છે. કોણે કોને મત આપ્યો તે જાણી શકાતું નથી.
-
ચૂંટણી પંચે ઠરાવેલ આચાર સંહિતાનો અમલ કરવા માટે તમામે કાળજી લેવી જોઈએ.